જાહેર જનતા માટે મહત્વપૂર્ણ સૂચના

જાહેર જનતા માટે મહત્વપૂર્ણ સૂચના

2026-09-26

તમામ નાગરિકોને જણાવવાનું કે જરૂરી વહીવટી કામગીરીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કચેરીના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કૃપા કરીને જરૂરી માહિતી ધ્યાનપૂર્વક વાંચી અને તે મુજબ સહકાર આપશો.

પંચાયત વેરો સમય સર ભરો

પંચાયત વેરો સમય સર ભરો

જાહેર નોટિસ : બાકી પંચાયત વેરો ભરપાઈ કરવા બાબત ફલ્લા-ગ્રામ પંચાયત (તા. જી. જામનગર) ​ફલ્લા ગામના તમામ ગ્રામજનો, ગામતળ તથા બિનખેતી (NA) રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો/માલિકો તેમજ કબજેદારોને જણાવવાનું કે, ગ્રામ પંચાયત હસ્તક વસૂલવાપાત્ર વેરાની રકમ ઘણા સમયથી બાકી છે. ​મુખ્ય સૂચનાઓ: ​સમયમર્યાદા: આ નોટિસ પ્રસિદ્ધ થયાના ૧૦ (દસ) દિવસની અંદર બાકી વેરાની રકમ પંચાયત કચેરી ખાતે જમા કરાવી અધિકૃત પહોંચ મેળવી લેવી. ​કાયદેસર કાર્યવાહી: નિયત સમયમર્યાદામાં વેરો ભરપાઈ નહીં થાય તો ગુજરાત પંચાયત અધિનિયમની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ કડક વસૂલાત હાથ ધરાશે. ​વધારાનો ખર્ચ: કાર્યવાહી દરમિયાન થનાર વસૂલાત ખર્ચ, દંડ, વ્યાજ તેમજ અન્ય તમામ કાયદેસર ખર્ચની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બાકીદારની રહેશે. ​અંતિમ જાણ: મુદત વીત્યા બાદ કોઈ પણ પ્રકારની રજૂઆત કે તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. આ નોટિસને આખરી ચેતવણી ગણવી. ​સમયસર વેરો ભરો — ફલ્લા ના સર્વાંગી વિકાસમાં સહભાગી બનો. ​સ્થળ: ગ્રામ પંચાયત કચેરી, ફલ્લા ​લિ. સરપંચશ્રી / તલાટી કમ મંત્રી ફલ્લા ગ્રામ પંચાયત

Uploading...